Cultural Outreach Programme – Jithrobhbho

08.30 PM - 10.00 PM

Bhavan's Cultural Academy and Centre for Arts, Bhavan's College Campus, Lady Vidya Gauri Nilkanth Marg, Nr. Rifle Club, Khanpur, Ahmedabad, India 380001

Open For All.

2019-06-15 20:30:00 2019-06-15 22:00:00 Asia/Kolkata Cultural Outreach Programme - Jithrobhbho

સૌરાષ્ટ્ર ના લોકસાહિત્ય ની વાતો ખૂબ જ પ્રચલિત છે. આવી જ એક લોકવાર્તા ‘જીથરોભાભો’ જે તે સમયના લોકજીવન અને એ વખતના લોકોની અંધશ્રદ્ધા પર પ્રકાશ પાડે છે. અમે આ વાર્તાનું નાટ્ય રૂપાંતર કરી તેને લોકો સુધી પહોંચાડવા માટે પ્રયોગ કર્યો છે. જેમાં સાથે સાથે ભક્ત સતાર ના ભજન અને સ્તુતિ પણ જોડીને રસપ્રદ રીતે રજૂઆત કરવામાં આવી છે. અંધશ્રદ્ધા એ માત્ર જૂના જમાનાની વાત નથી. આજે પણ આપણી આસપાસ જોઈ શકાય છે કે એક નહીં તો બીજા પ્રકારની અંધશ્રદ્ધા સમાજમાં ઘર કરી ગયેલી છે. એક જમાનામાં શ્રી કાનજી ભૂટા બારોટ દ્વારા કહેવાતી આકાશવાણીના કાર્યક્રમોની પ્રચલિત વાર્તાઓ માંથી એક છે.

નાટક એ એક સાંઠ વર્ષ આસપાસના એક વ્યક્તિ નામે જીથરોભાભો ની પોતે જીવિત છે એ સાબિત કરવાની મથામણ વિશે છે. સંજોગો ના કારણે ગામ લોકો જીથરાને ભૂત માની બેઠા છે. આ સંજોગો જીથરાને ગામ બાહર નીકળી જવા મજબૂર કરે છે. એ જેટલા જીવિત હોવાનું સાબિત કરવાના પ્રયત્ન કરે છે એટલો જ વધારે મુશ્કેલી માં મુકાય છે. આ દરેક પ્રસંગે હાસ્ય સાથે પ્રેક્ષકને સમાજમા રહેલી અંધશ્રદ્ધા વિશે ખ્યાલ આવે છે.

નાટ્ય રૂપાંતર અને નિર્દેશન: હર્ષદીપસિંહ જાડેજા.

Source: Facebook.

Bhavan's Cultural Academy and Centre for Arts, Bhavan's College Campus, Lady Vidya Gauri Nilkanth Marg, Nr. Rifle Club, Khanpur, Ahmedabad, India 380001

Creativeyatra.com info@creativeyatra.com

promotional