Poetry

  • હિંદમાતાને સંબોધન/Hindamata ne Sambodhana

    ઓ હિંદ ! દેવભૂમિ ! સંતાન સૌ તમારાં ! કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારાં ! હિંદુ અને મુસલ્મિન : વિશ્વાસી, પારસી, જિન : દેવી ! સમાન રીતે સંતાન સૌ તમારાં ! પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષી : સેવા…

  • જ્યારે પ્રણયની જગમાં/Jyare Pranay Ni Jagma

    જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક, રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે. ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર, ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે. ઊતરી…

  • હસતો રહ્યો/Hasto Rahyo

    જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો ઓ મુસીબત! એટલી ઝિંદાદિલીને દાદ દે, તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો. કોઇના ઇકરાર ને ઇનકાર પર હસતો રહ્યો જે મળ્યો…

  • કસુંબીનો રંગ/Kasumbi No Rang

    લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ   જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ હો રાજ પીધો કસુંબીનો રંગ ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં…

  • જનનીની જોડ સખી/Janani Ni Jod Sakhi

    મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત જો જનનીની જોડ સખી નહીં જડે રે લોલ પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ જગથી જૂદેરી એની જાત જો જનનીની જોડ સખી નહીં જડે રે લોલ અમીની ભરેલ…

  • કબૂલાત / Kabulat

    હા કબુલ્યું ગુપ્તચર હું, નામ બદલી મૌનનાં કાળાં રહસ્યો પામવા ભટકું અહીં છું છદ્મવેશે. છંદના ખંડેરમાં બેસું કદી બાવો બની, લયની સૌ ભઠિયારગલીઓમાં સદા ભૂખ્યાનો કરતો ડોળ રખડું. હાઈકુના સત્તરે અક્ષર મહીં સંકેત કરતો, ફૂંક મારી દઉં ગઝલના કાનમાં એકેક…

  • માણસ / Manas

    રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે, હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે… પહાડથીયે કઠ્ઠણ મક્કમ માણસ છે, દડદડ દડદડ દડી પડે ભૈ, માણસ છે… ચંદર ઉપર ચાલે ચપચપ, માણસ છે, ને બે ડગલે ખડી પડે ભૈ, માણસ છે……

  • રાત્રિ-વર્ણન અને મધુરાકાશદર્શન / Ratri-Varnan ane Madhurakasadarsan

    હીરાની કણિકા સમાન ઝળકે તારા ઝગારે ગ્રહો! મોતીનાં લૂમખાં બધે લળી રહ્યાં નક્ષત્રમાળા અહો! ધોળીશી ઊભરા સમી દૂધ તણા આકાશગંગા ખીલે! વાંકી કોર રૂપેરી ચંદ્રની કળા જો આસમાની ઝૂલે! શાંતિ, શીતળતા, તથા મધુરતા, સૌંદર્ય, શોભા, પ્રભા! રાત્રી રાણી સુહવી સાડી…

  • શાંતિ કરો! / Shanti Karo

    હે જીવનનાથ! હે….જીવનનાથ! શાંતિ કરો, અશાંતિ હરો….   વિશ્વને ખૂણે ખૂણેથી આર્તનાદ જાગતા, અન્નવસ્ત્રહીન કોટી કોટી પ્રાણ ત્યાગતા: દૈન્યદાસ્ય દુઃખથી દલિત અસંખ્ય માનવી, શોષણે  સદાય લીન અંધ શક્તિ દાનવી, શાંતિ કરો.   આ શું? અણુપરમાણું તોડ્યાં! ત્રાહિ! ત્રાહિ! હા….ય  એ…

  • જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે / Jyan jyan nazar mari thare

    જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની, આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની! માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની! જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,…

  • મીઠી માથે ભાત / Mithi Mathe Bhaat

    ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ, ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ. સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ, ભોંય બધી ભગરી ને રૂડી અધિક રસાળ. નવાણ છે નવ કોસનું ફરતાં જંગી ઝાડ, ચોપી તેમાં શેલડી વાધ્યો રૂડો વાઢ. પટલાણીએ…

  • કૂકડો / Kukdo

    અમે તો સૂરજના છડીદાર અમે તો પ્રભાતના પોકાર!                                              …અમે સૂરજ આવશે સાત ઘોડલે અરુણ રથ વ્હાનાર ! આગે…

  • સદાકાળ ગુજરાત / Sadakaal Gujarat

    Poem by Ardeshar Faramji Khabardar (Adal)   જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ! જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત ! ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ; સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય…

  • રમેશ પારેખને અંજલિ/a tribute to Ramesh Parekh : a poem by Tushar Shukla

    સોનલ, ગુર્જરકંઠે ગીત ગઝલના ટહૂકાનો કરનારો છે જે, ચાર અક્ષરના ગામ મહીં છ અક્ષરનો ફરનારો છે જે, હરિ લખે જો કાગળ, સામો કાગળનો લખનારો છે જે, પાંપણ પાછળ ભરે અદાલત, ગઢમાંનો હોંકારો છે જે, છાતીમાં ગુલમ્હોર થઇને લથબથ લહેરાનારો છે…

  • નવા વર્ષે – તને / nava varshe tane

    નૂતન વર્ષાભિનંદન કે HAPPY NEW YEAR, સાલ મુબારક આમ તો આ બહાને કહેવું છે; તમને મારું વ્હાલ મુબારક   હાથ મિલાવું હૈયે ચાંપુ કે ચૂમી લઉં! વિચાર આવે – મૌકા ભી, દસ્તુર ભી હૈ યે, રસ્મે દુનિયા રિવાજ ભી હૈ હોઠ ભરી એક ચુંબન કરીને, કરી…

  • શિકારીને / Shikarine

    Poem by Kalapi   સૌંદર્યે ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. પોષવું પૂજવું એને એ એનો ઉપભોગ છે. રહેવા દે! રહેવા દે આ સંહાર, યુવાન! તું; ઘટે ના ક્રૂરતા આવી; વિશ્વ આશ્રમ સન્તનું. પંખીડાં, ફૂલડાં રૂડાં, લતા આ ઝરણાં, તરુ,…

  • પ્રાર્થના / prayer (અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા)

    Prayer by Nahnalal અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લ‍ઈ જા, ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા; મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ લ‍ઈ જા. તું-હીણો હું છું તો, તુજ દરસનાં દાન દ‍ઈ જા. પિતા! પેલો આઘે, જગત વીંટાતો સાગર…

  • જૂનું પિયેર ઘર / junoo piyer ghar

    Poem by Balvantray K. Thakore   બેઠી ખાટે ફરિવળિ બધે મેડિયો ઓરડામાં, દીઠાં હેતે સ્મૃતિપડ બધાં ઊકલ્યાં આપ રૂડાં. માડી મીઠી, સ્મિત મધુર ને ભવ્ય મૂર્તિ પિતાજી, દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠિથી બાળ રાજી. સૂનાં સ્થાનો સજિવન થયાં, સાંભળૂં કંઠ…

  • સાગર અને શશી / Sagar ane shashi

    Poem by Kant   આજ, મહારાજ! જલ પર ઉદય જોઇને. ચંદ્રનો, હ્યદયમાં હર્ષ જામે, સ્નેહઘન, કુસુમવન, વિમલ પરિમલ ગહન, નિજ ગગન માંહી ઉત્કર્ષ પામે; પિતા! કાલના સર્વ સંતાપ શામે! નવલ રસ ધવલ તવ નેત્ર સામે, પિતા! કાલના સર્વ સંતાપ શામે!…

  • મંગલ મંદિર ખોલો / Mangal Mandir Kholo

    Poem by Narsinhrao Divetiya   મંગલ મંદિર ખોલો, દયામય! મંગલ મંદિર ખોલો. જીવનવન અતિ વેગે વટાવ્યું દ્વાર ઊભો શિશુ ભોળો; તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઉરમાં લો, લો, દયામય! મંગલ મંદિર ખોલો. નામ મધુર તમ રટ્યો નિરંતર શિશુસહ પ્રેમે…

  • મા – પિતા / maata – pita

    Poem by Dalpatram મા હતો હું સૂતો પારણે પૂત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો? મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું? મહા હેતવાળી દયાળી જ મા, તું!   સૂકામાં સૂવાડે, ભીને પોઢી પોતે પીડા પાળું પંડે, તજે સ્વાદ તો તે…

  • અવસાન સંદેશ / Avsaan Sandesh

    Poem by Veer Narmad નવ કરશો કોઇ શોક, રસિકડાં, નવ કરશો કોઇ શોક. યથાશકિત રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી. પ્રેમી અંશને રુદન આવશે, શઠ હરખાશે મનથી. મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી. એક પીડમાં બીજી ચીડથી,…

  • કોણ / Kaun

    Poem by Shamal   કોણ પૃથ્વીથી પ્રૌઢ? કોણ અણુથી નાનો? કોણ પવનથી પહેલ? કોણ દેવોથી દાનો? કોણ ઇ‍ન્દુથી વિમળ? કોણ અગ્નિથી તાતો? પયથી ઉજ્જવળ કોણ? કોણ મદિરાથી માતો? વળી કવણ એજ તરણિ થકી? કોણ શર્કરાથી ગળી? કવિ શામળ કહે ઉત્તર…

  • હરિને ભજતાં / harine bhajta

    Poem by Gemal હરિને ભજતાં હજુ કોઇની લાજ જતાં નથી જાણી રે; જેની સુરતા શામળિયા સાથ, વદે વેદવાણી રે.   વહાલે ઉગાર્યો પ્રહ્‍લાદ, હરણાકંસ માર્યો રે; વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે. હરિને….   વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો…

  • હરિનો મારગ છે શૂરાનો/Hari no marag shura no

    Poem by Pritam હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને; પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.   સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને; સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને.   મરણ…

  • દિલમાં દીવો કરો રે… / dil ma divo karo re

    Poem by Ranchhod   દિલમાં દીવો કરો રે, દિલમાં દીવો કરો. કૂડા કામ ક્રોધને પરહરો રે, દિલમાં દીવો કરો રે.          દિલમાં… દયા-દિવેલ પ્રેમ-પરણાયું લાવો, માંહી સુરતાની દિવેટ બનાવો; મહીં બ્રહ્મ અગ્નિ ચેતાવો રે, દિલમાં દીવો કરો રે.          દિલમાં… સાચા દિલનો…

  • Jhaghdo Lochan manno / ઝઘડો લોચનમનનો !

    લોચનમનનો રે! કે ઝઘડો લોચનમનનો! રસિયા તે જનનો રે! કે ઝઘડો લોચનમનનો! પ્રીત પ્રથમ કોણે કરી નંદકુંવરની સાથ? મન કહે, “લોચન! તેં કરી,” લોચન કહે, “તારે હાથ.” ઝઘડો. “નટવર નીરખ્યા નેન! તેં, સુખ આવ્યું તુજ ભાગ; પછી બંધાવ્યું મુજને, લગન…

  • મેરુ રે ડગે / Meru re Dage

    મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે, મરને ભાંગી રે પડે ભરમાંડ રે; વિપદ પડે પણ વણસે નહિ, ઇ તો હરિજનનાં પરમાણ રે.                 મેરુ રે.   ભાઇ રે! હરખ ને શોકની ના’વે જેને હેડકી ને, શીશ તો કર્યાં…

  • સુદામાચરિત / sudamacharit

    મથુરામાંથી શ્રી કૃષ્ણ પધાર્યા, પુરી દ્વારિકા વાસી; સુદામે ગૃહસ્થાશ્રમ માંડ્યો, મન તેહનું સંન્યાસી. પતિવ્રતા પત્ની વ્રતપાવન, પરમેશ્વર કરી પ્રીછે; સ્વામીસેવાનું સુખ વાંછે, માયાસુખ નવ ઇચ્છે. દશ બાળક થયાં સુદામાને, દુખ-દારિદ્રયે ભરિયાં; શીતળાએ અમી-છાંટા નાખી, થોડે અન્ન ઊછરિયાં. અજાચક-વ્રત પાળે સુદામા,…

  • અખાના છપ્પા / Akha na chhappa

    તિલક કરતાં ત્રેપન થયાં, જપમાલાના નાકાં ગયા, તીરથ ફરી ફરી થાક્યાં ચરણ, તોય ન પોહોતો હરિને શરણ, કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.   એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન,…

  • મુખડાની માયા લાગી રે / Mukhda ni maya lagi re

    મુખડાની માયા લાગી રે, મોહન! તારા મુખડાની માયા લાગી રે. મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું; મન મારું રહ્યું ન્યારું રે….                            મોહન. સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું; તેને તુચ્છ કરી ફરીએ રે….                          મોહન. સંસારીનું સુખ કાચું, પરણીને…

  • નિરખને ગગનમાં… / Nirakhne Gaganma

    નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? ‘તે જ હું’ ‘તે જ હું’ શબ્દ બોલે; શ્યામનાં ચરણમાં ઇચ્છું છું મરણ રે, અહીંયાં કો નથિ કૃષ્ણ તોલે.                                                નિ૦૧   શ્યામ-શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી; જડ અને ચેતન રસ…

  • જાગીને જો‍ઉં તો… / Jaagine Jou To …

    જાગીને જો‍ઉં તો…   જાગીને જો‍ઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે; ચિત્ત ચૈતન્ય-વિલાસ-તદ્રૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે!                                                  જા૦ ૧   પંચ મહાભૂત પરિબ્રહ્મથી ઊપન્યાં, અરસપરસ રહ્યાં તેને વળગી; ફૂલ અને ફળ તે તો વૃક્ષનાં જાણવાં,…

  • જળકમળ છાંડી જા રે / Jalkamal chhandi ja rey

    જળકમળ છાંડી જા રે ‘જળકમળ છાંડી જા રે, બાળા‍ ! સ્વામી અમારો જાગશે; જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે.                        ૧ કહે રે, ‘બાળક ‍! તું મારગ ભૂલ્યો? કે તારા…

  • Kavya Kem

    જો આપમેળે ઉભરાય અશ્રુ તોજ કાવ્ય કેહવાય બાકી વાતો તો બધી ઘણી કરી શકાય. જો અનુભવાય  રોમ-રોમ માં હરખ તોજ કાવ્ય કેહવાય બાકી જોક્સ તો બધી ઘણી ખડકી શકાય. જો  વિચારો થી થવાય પરે તોજ કાવ્ય કેહવાય બાકી વાર્તા તો  બધી ઘણી ભણી શકાય. જો અંતર થી થવાય રૂબરૂ…

  • ક્યાં લઇ જાય છે આ રસ્તો / where is this road leading me

    ક્યાં લઇ જાય છે આ રસ્તો , ક્યાં લઇ જશે આ રસ્તો , વગર જાણે ચાલ્યા કરું એના પર હું આમ અમસ્તો  .     (2) આડા-અવળા ને ત્રાંસા પથરા થી અંકાયેલો આ રસ્તો , લીલાછમ ઘટાદાર વૃક્ષો થી ઘેરાયેલો આ રસ્તો…