Baccarat Online

https://smkn36jakarta.com/

Gujarati Kavi Narmad ni Kavita :: વીર કવિશ્રી નર્મદની અમુક કવિતાઓ

https://pathofscience.org/files/journals/1/articles/1872/submission/original/1872-4111-1-SM.html

https://www.realidadeconomica.umich.mx/claro/courses/BOCORANRTP/document/

https://www.ife-kphgraz.at/claroline/courses/BOCORANRTP/document/

http://nrri-docker.d.umn.edu:20003/uploads/user/2022-12-15-024520.489327fp1.html

https://dados.ufmg.br/uploads/user/2022-12-15-033602.009242fp1.html

http://kilimodata.org/uploads/user/2022-12-14-042302.770650fp1.html

https://datos.ine.gob.gt/uploads/user/2022-12-14-032836.445622fp1.html

https://catalog.moe.go.th/uploads/user/2022-12-13-052202.903498fp1.html

http://journal.ussh.vnu.edu.vn/files/journals/2/articles/1907/submission/original/1907-2094-1-SM.html

https://www.econa.org.ua/files/journals/1/articles/2727/submission/original/2727-6565658753-1-SM.html

https://cursos.scb.org.br/app/upload/users/6/696/my_files/dek.html

https://chamilo.sccd-sk.org/app/upload/users/2/252/my_files/dek.html

https://www.elaraki.ac.ma/ent/app/upload/users/1/10434/my_files/dek.html

https://www.icrodarisoveria.edu.it/chamilo/app/upload/users/1/10270/my_files/dek.html

https://aulavirtual.fedelonjas.org.co/app/upload/users/1/1316/my_files/slot-gacor-hari-ini.html

https://youme-project.eu/platform/app/upload/users/6/6870/my_files/slot-gacor-hari-ini.html

slot gacor deposit 10 ribu

https://escueladerobotica.misiones.gob.ar/aula-ste/courses/INFOSLOT/document/

https://www.homo.gov.co/capacitacion/app/upload/users/1/11410/my_files/linkslotgacor.html

http://ieciudaddeasis.edu.co/aula/main/upload/users/2/2201/my_files/bocoranslotgacor.html

http://lnx.russellonline.it/claroline/courses/INFOSLOT/document/index.html

https://dolphin.pcij.org/uploads/user/2022-12-27-034115.988128link-slot-gacor.html

https://catalog2.gbdi.cloud/uploads/user/2022-12-27-044243.204825link-slot-gacor.html

http://datosabiertos.sagunto.es/uploads/user/2022-12-28-031902.365319link-slot-gacor.html

https://www.openlanc.org/uploads/user/2022-12-28-091931.690083link-slot-gacor.html

https://openark.adaptcentre.ie/ARKEvidence/uploads/user/2022-12-29-030931.957456link-slot-gacor.html

https://census.ke/uploads/user/2022-12-29-053408.817622link-slot-gacor.html

https://datasets.fieldsofview.in/uploads/user/2022-12-30-030526.599836link-slot-gacor.html

http://ckan.onizuka.co.jp/uploads/user/2022-12-30-045322.048595link-slot-gacor.html

Poetry

અવસાન સંદેશ / Avsaan Sandesh

Poem by Veer Narmad

નવ કરશો કોઇ શોક, રસિકડાં, નવ કરશો કોઇ શોક.

યથાશકિત રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી.

પ્રેમી અંશને રુદન આવશે, શઠ હરખાશે મનથી.

મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી.

એક પીડમાં બીજી ચીડથી, જળશે જીવ અગનથી.

હતો દુખિયો થયો સુખિયો, સમજો છૂટ્યો રણથી.

મૂઓ હું તમે પણ હજી મરશો, મુક્ત થશો જગતમથી.

હરિકૃપાથી મમ લેખચિત્રથી, જીવતો છઉં હું દમથી.

વીરસત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી.

જુદાઇદુ:ખ તે નથી જ જવાનું, જાયે માત્ર મરણથી.

મરણ પ્રેમીને ખચીત મોડું છે, દુ:ખ વધે જ રુદનથી.

જગતનીમ છે જનમમરણનો,  દ્ઢ્ઢ રહેજો હિંમતથી.

મને વિસારી રામ સમરજો, સુખી થાશો એ લતથી.

~ નર્મદ

Interpretation by Shri Tushar Shukla (In Gujarati)

કવિનું પૂરું નામ તો નર્મદાશંકર લાલશંકર દવે. પણ આપણે એમને વીર કવિ નર્મદના નામે ઓળખીએ છીએ. કદાચ જગતની કોઇ ભાષામાં કોઇ કવિના નામની આગળ “વીર” વિશેષણ નહિ હોય! નર્મદના નામ આગળ આવતું આ વિશેષણ સકારણ જ છે. નર્મદે યુદ્ધમાં વીરતા બતાવી એ હતું સમાજસુધારણાનું ક્ષેત્ર અને અહીં એનાં હથિયાર હતાં એની કલમ, એની નિર્ભકતા અને એની સર્જકતા. ને આ સમાજસુધારણા માટે કવિએ પોતાની નોકરી ય છોડી અને તા. ૨૩ નવેમ્બર ૧૮૮૫ ના રોજ સરસ્વતીના આ સાધકે કલમને જ આરાધ્ય બનાવી સંકલ્પ કર્યો કે ”હવે તારે ખોળે છ‍ઉં.” કવિનો આ સંકલ્પ સરળ નહોતો. તે સમયે સમાજમાં જે કુરિવાજો હતા તે તરફ કવિ દલપતરામે સરળ ભાષામાં કટાક્ષ કર્યા હતા, પણ એને સુધારવા પ્રતિબદ્ધતાથી ક્ષત્રિય થવું સહેલું નહોતું. નર્મદે આ પડકાર ઝીલી લ‍ઇ યોદ્ધાની અદાથી ગર્જના કરી. “યા હોમ કરીને પડો, ફતેહ છે આગે”. એમણે જ ગાયું છે : ડગલું ભર્યું કે ના હઠવું ન હઠવું”. આ સંકલ્પે કવિની આકરી કસોટીય કરી. પોતે જે માનતા એને આચારમાં મૂકવાની હિંમત રાખતા આ કવિએ વિધવા વિવાહ પણ કર્યો.

 

કવિ નર્મદ સાહિત્ય જગતમાં “અર્વાચીનોમાં આદ્ય” કહેવાયા. એમના સર્જનમાં કેવળ સમાજ સુધારણાનો લલકાર જ નથી, ભરપૂર કાવ્યતત્વ સભર કાવ્યો પણ છે. આપણી નવી ગુજરાતી કવિતાનો એ સૂર્યોદય છે. કબીરવડનું વર્ણન કરતું એમનું કાવ્ય અદ્‍ભૂત શબ્દચિત્ર છે. – “ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધૂમસે પહાડ સરખો, નદી વચ્ચે ઊભો નિરભયપણે, એક સરખો.” – આ સુદીર્ઘ કાવ્ય વાંચતા કવિ આપણી મન:ચક્ષુ સમક્ષ ચિત્ર ખડું કરી જાય છે.

 

કવિ નર્મદે આપણને અનેકવિધ સાહિત્ય સ્વરૂપોનો શુભારંભ કરી આપતાં કલમ ચલાવી છે. “ડાંડિયો” નામના સામાયિક દ્વારા પત્રકારત્વની ય દિશા ખોલી છે. એમની અમર રચના “જય જય ગરવી ગુજરાત” એ ગુજરાતની ગઇકાલ અને આજના આધારે આવનારી સંભવિત ઉજળી આવતીકાલનું ભવિષ્યકથન છે.

 

અર્વાચીનમાં આદ્ય” ગણાતા વીર કવિ નર્મદની એક રચના ભૂલવા જેવી નથી. પોતાના અવસન સંદર્ભે કોઇ કવિએ આપણી ભાષામાં આવી વાણી ઉચ્ચારી નથી. ભયાવહ કલ્પના, નૈરાશ્ય, હતાશાનો અનુભવ, શોકના આંસુથી જ મૃત્યુની વાત આલેખાવી સહજ છે. જીવનના અંત સમા મૃત્યુનો પુરસ્કાર કરવો મુશ્કેલ છે. કૈંક બાકી રહી ગયાનો ભાવ જવાની પળે તીવ્રતાથી પીડે છે. આવા સમયે, આપણા આ કવિ સાવ નોખી-અનોખી કવિતા લ‍ઇને આવે છે. નર્મદના આગમન સુધી મૃત્યુ સંદર્ભે આપણને આવી કવિતા મળી નથી. ભજન પરંપરમાં તો નાશવંત જીવનની ક્ષણભંગુરતા જોતાં જીવનની અસારતા જ ગવાઇ છે, અને હરિનામ લેવામાં જ મોક્ષ! પણ, જીવનને સાધકતાથી જીવવું, કરેલા સંકલ્પપથ પર દ્‍ઢ્ઢતાથી ચાલવું, સમાધાન ન કરવા અને પ્રતિબદ્ધતાથી તમામ પડકારો સામે લડતા રહેવું એ “વીર કવિ” નું વિશેષણ સાર્થક કરે છે. આથી જ એમનું આ કાવ્ય “નવ કરશો કોઇ શોક, રસિકાં” અનોખું છે.

 

કવિ પોતાના મૃત્યુનો શોક ન કરવાનું સૂચવતાં લગભગ આજ્ઞા જ કરે છે : નવ કરશો કોઇ શોક. પણ પછી જે સંબોધન છે એ મહત્વનું છે : “રસિકડાં”! કવિ આ સૂચન રસિકજનોને કરે છે. કવિના શબ્દનો મહિમા રસિક ભાવિકોને હોય. કારણ કે એ કવિના ભાવને, એમના કર્મને, એમની સર્જકતાને જાણે-માણે-સન્માને! અન્યને એની કિંમત ન હોય એ સ્વાભાવિક છે. કવિને વિદાય વેળાએ કૈં અધૂરૂં રહી ગયાની અબળતા નથી. જે કૈં થ‍ઇ શક્યું એનો સંતોષ છે : “યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી”. પોતાના સાહિત્ય સર્જનથી પોતે જીવશે એવી શ્રદ્ધા ગાવી સહેલું નથી. “વીર સત્ય અને રસિક ટેકીપણું” તો દુશ્મનો ય દિલથી ગાશે! જનમ-મરણ એ તો “જગતનીમ” છે, એનું રૂદન કેવું! ગુજરાતી કવિતામાં પોતાના પ્રકારનું આ અનોખું કાવ્ય છે.