Poetry

રાત્રિ-વર્ણન અને મધુરાકાશદર્શન / Ratri-Varnan ane Madhurakasadarsan

હીરાની કણિકા સમાન ઝળકે તારા ઝગારે ગ્રહો!
મોતીનાં લૂમખાં બધે લળી રહ્યાં નક્ષત્રમાળા અહો!
ધોળીશી ઊભરા સમી દૂધ તણા આકાશગંગા ખીલે!
વાંકી કોર રૂપેરી ચંદ્રની કળા જો આસમાની ઝૂલે!

શાંતિ, શીતળતા, તથા મધુરતા, સૌંદર્ય, શોભા, પ્રભા!
રાત્રી રાણી સુહવી સાડી શરીરે દીપાવી ઓ જયોત્સ્ના!
હર્ખે નિર્ખિ ઝલે હલેતી રમણી બાળા ચકોરી-કુળ!
ગાયે ગાન મીઠું રૂડા હલકથી આનંદમાં બુલબુલ!

આવે શાંત સમે શિ ખળખળ વહી, ઝર્ણો નદીઓ, લળી –
સંગીતધ્વનિ વિસ્તરે! અનિલની લ્હેરો વિલાસે ઢળી!
તારામંડળ સાથ રસ રચીને બાળા તરંગોજ્જવળા
શી આદર્શ સમે સરોવર-જળે નાચે શશીની કળા!

~ હરિલાલ હ. ધ્રુવ