Poetry

રમેશ પારેખને અંજલિ/a tribute to Ramesh Parekh : a poem by Tushar Shukla

સોનલ,
ગુર્જરકંઠે ગીત ગઝલના ટહૂકાનો
કરનારો છે જે,
ચાર અક્ષરના ગામ મહીં છ અક્ષરનો
ફરનારો છે જે,
હરિ લખે જો કાગળ, સામો કાગળનો લખનારો છે જે,
પાંપણ પાછળ ભરે અદાલત, ગઢમાંનો હોંકારો છે જે,
છાતીમાં ગુલમ્હોર થઇને લથબથ
લહેરાનારો છે જે,
ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીએની સાખે સોનલ ,
ફૂલ લઇ મળનારો છે જે ,
આમ તો કેવળ તારો ને બસ તારો છે એ ,
તો યે સોનલ,
અમને પણ બહુ પ્યારો છે એ .

સિટ્ટી કેરો હીંચકો બાંધી
મસ્ત ઝૂલતાં છોરો છોરી ,
બંધ હોઠમાં આળસ મરડે
સોળ વરસની કન્યા કોરી,
હાથ ચીરતા ગંગા નીકળે
એ અફવા અક્ષરમાં દોરી,
મીરાં સામે પાર રહે ને
તોય લાગતી જેને ઓરી,
ને ભગવાનનો ભાગ થઇને
લીલુંછમ જીવનારો છે જે ,
પરબીડિયામાં બંધ મરણને
ઓળખી ઉજવનારો છે જે,
સુખને શોધતા ખુશાલિયાને
ખોતરવા દેનારો છે જે ,
ધગા ધગા આલા બાપૂના
આંસુ ઓળખનારો છે જે,
પાંચ ફૂટ ને ચાર ઇંચની
કાયાની માયા છોડીને,
માયનસ છના ચશ્મા કેરા
કાચ તણી એ કેદ તોડીને,
નખને છેડી નક્ષત્રોમાં દૂર જઇ
વસનારો છે જે ,
આમ તો કેવળ તારો ને બસ તારો છે એ ,
તો યે સોનલ ,
એ સાંવરિયે અમને પણ બહુ પ્યારો છે એ.

– તુષાર શુક્લ.

Ramesh Parekh a poet, lyricist and gazal writer from Gujarat is among the most popular exponents of Gujarati poetry. He has given a humongous body of work in non-lyrical poetry. To his credit is a play called ‘Tarkhat’ and also a collection of essays. Parekh has made huge contributions in the field of Children’s literature and his works like Dariyo Zullam Zulla Hasie Khullam Khulla (1988, illustrated) were extremely popular and are still loved by generations.

His most popular works are the songs he has uniquely written addressed to ‘Sonal‘ and ‘Meera‘. 27th November 2006 marks the 76th birth anniversary of the legend and on this occasion, noted Gujarati poet Shri Tushar Shukla penned a poem to commemorate the popular song writer. The poem starts with an address to ‘Sonal‘ in Parekhs own style, but soon in small lines and beautiful rhymes Tushar bhai introduces us to the works, thoughts and life of Shri Parekh.

The poem is an emotional tribute to the late poet and it is oozing with love and respect that he bears in the heart of Tusharbhai and the generations alike.

For those who has been brought up reading Ramesh Parekh’s works this song will be a sheer joy of reminiscing him and for those who are unaware of his legendary literary contributions shall get an insight into the popularity of the late poet.

From a poet to a poet, this is a significant work from Tushar Shukla.

 

Note : Mihir Gajrawala

Graphic : Romanch Soni