Poetry

ક્યાં લઇ જાય છે આ રસ્તો / where is this road leading me

ક્યાં લઇ જાય છે આ રસ્તો , ક્યાં લઇ જશે આ રસ્તો ,

વગર જાણે ચાલ્યા કરું એના પર હું આમ અમસ્તો  .     (2)
આડા-અવળા ને ત્રાંસા પથરા થી અંકાયેલો આ રસ્તો ,
લીલાછમ ઘટાદાર વૃક્ષો થી ઘેરાયેલો આ રસ્તો ,
તાજા બનેલા બરફ થી શણગારાયેલો આ રસ્તો ,
ના દેખાતા પક્ષીઓના સંગીત થી ભરાયેલો આ રસ્તો ,
કુદરત ની અતુલ્ય ચિત્રકલા સમક્ષ વસેલો આ રસ્તો ,
ક્યાં લઇ જાય છે આ રસ્તો , ક્યાં લઇ જશે આ રસ્તો   (2)
નવા દ્રશ્યો મારી આંખ ને બતાવતો આ રસ્તો ,
મિત્રોના અંતર ને ઓળખવાનો આ રસ્તો ,
ભણેલી ફિલસુફી ની પરીક્ષા લેતો આ રસ્તો ,
નિયતિ ની યોજના થી રૂબરૂ કરાવતો આ રસ્તો ,
આસ્થા ની જ્યોત ને અખંડ બનાવી જતો આ રસ્તો ,
ક્યાં લઇ આવ્યો છે આ રસ્તો , ક્યાં લઇ જશે આ રસ્તો   (2)
જે જોયું છે તેનું સ્મરણ કરાવાનો  આ રસ્તો ,
જે નથી જોઈ શકતો એનો એહસાસ કરાવાનો આ રસ્તો ,
જ્યાં પહોચ્યો છું ત્યાં સુધી પહોચવાનો આ રસ્તો ,
જ્યાં નથી પહોચી શક્યો , ત્યાં મને લઇ જવાનો આ રસ્તો
જ્યાં નથી પહોચી શક્યો ‘નિર્દોષ, ત્યા મને લઇ જવાનો આ રસ્તો  .
ક્યાં લઇ જાય છે આ રસ્તો ક્યાં લઇ જશે આ રસ્તો ,
વગર જાણે ચાલ્યા કરું એના પર હું આમ અમસ્તો  .

The verses are an attempt to distill the transcendental experience that the poet had during a trekking trip to Triund, Dharamshala. From one perspective it is a description of the beauty, wonder and amazement that was experienced during the entire Triund trek and from a certain perspective the verses are a metaphorical expression of life as deciphered by the poet. It has deep philosophical connotations, while being a beautiful piece on adventurism.

In poet’s own words, “I am giving meaning to it after the poem is written, these words actually occurred to me at different points during the 9 hour trek of Triund.”