Two One Act Plays (1)The Greatest Sovereign & (2) પગાર વધારો

08.00 PM

Scrapyard - The Theatre
23, Gujarat Society, Opp Red Cross Blood Bank, Nr. Suvidha shopping complex, Paldi, Ahmedabad, India 380007

With Tickets.

2019-12-08 20:00:00 2019-12-08 05:30:00 Asia/Kolkata Two One Act Plays (1)The Greatest Sovereign & (2) પગાર વધારો

એક સાંજ બે નાટક.

૧. ધ ગ્રેટેસ સોવરીયન
લેખક : રમેશ પવાર
ભાષાંતર : હેમંત શિવાલકર
દિગ્દર્શક : સત્યેન્દ્રસિંહ પરમાર
ભાષા : હિન્દી
પ્રકાર : પ્રયોગાત્મક નાટક
અવધિ : ૪૫ મિનિટ

‘ધ ગ્રેટેસ સોવરીયન’ નાટક હાલમાં જ યોજાયેલા ગુજરાત યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલમાં એની રજૂઆત બાદ બહુ ચર્ચાયેલું અને વખણાયું હતું. આ નાટક સેન્ટ ઝેવિયર્સ કોલેજના વિદ્યાર્થી માટે સત્યેન્દ્રસિંહ પરમાર દ્વારા દિગ્દર્શિત કરવામાં આવ્યું હતું. નાટકની વાર્તા ચંદ્રકાન્ત નામના પાત્ર અને તેની આસપાસના વ્યક્તિત્વ તથા પરિસ્થિતિના કારણે ઉભા થતાં ચંદ્રકાન્તના જીવનના ખાલીપાને રજૂ કરે છે. હિટલરના વ્યક્તિત્વને પણ આ નાટકની વાર્તામાં સાંકળવામાં આવ્યું છે. એ વિષે તો વધુ સ્પષ્ટતા નાટક જોશો ત્યારે મળશે. નાટક તેની ‘એક્સપિરિમેન્ટલ થિયેટર’ના પ્રકારમાં થયેલી માવજતને કારણે અલગ જ આભા પ્રેક્ષકોના મનમાં સ્થાપિત કરે છે. વાર્તાના અર્ક પ્રમાણે જ થયેલું દીગ્દર્શન, મંચ સજજા, પ્રકાશ આયોજન અને અભિનય એ નાટકનું સબળુ પાસું છે. નાટકના ‘કળા પ્રેમી’ પ્રેક્ષકો માટે આ નાટક અવસર સમાન રહેશે.

૨. પગાર વધારો
લેખક : દામુ સાંગણી
દિગ્દર્શક : સત્યેન્દ્રસિંહ પરમાર
ભાષા : ગુજરાતી
પ્રકાર : ફારસ કોમેડી
અવધિ : ૪૫ મિનિટ

પગાર વધારો નાટક હસી હસીને ‘ફેફસા ફાડી નાખે’ એવું કોમેડી નાટક છે. એક કર્મચારી પોતાનો પગાર વધારવા માટે તેના બોસ આગળ ઘણી કાકલૂદી કરે છે, પણ તેના બોસ તેનો પગાર વધારવાની જરા પણ તસ્દી લેતા નથી. એટલે એ કર્મચારી જે નાટકનું પાત્ર ‘નરેન્દ્ર’ છે તે એક ‘તરકટ’ રચે છે. એ તરકટમાં જોડે છે પોતાના ખાસ મિત્ર….ને, પછી ઉભી થાઈ છે એક હાસ્યાસ્પદ પરિસ્થિતિ, અને એ પરિસ્થિતિમાંથી પ્રેક્ષકો માટે ઉભું થાઈ છે રોકવા છતાં પણ રોકી ના શકાય તેવું હાસ્ય. નરેન્દ્ર એવું તો કયું તરકટ રચે છે કે આખા નાટકના અંતે તેના બોસ તેનું આ તરકટ પકડી પણ પાડે છે અને પગાર પણ વધારી આપે છે!? એ જોવા માટે નાટક જોઈને લોથપોથ થઈને હસવું પડે. આ નાટકનું દીગ્દર્શન પણ સત્યેન્દ્રસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું છે જ્યારે અભિનય પિતામહ થિયેટર ગ્રુપના સક્રિય સભ્યો દ્વારા કરવામાં આવ્યો છે. ‘ફારસ કોમેડી’ એ નાટકનો જૂનો અને જાણીતો પ્રકાર છે. આ પ્રકારના નાટકોની કોઈપણ ‘અભદ્ર’ ટિપ્પણી વગરની પ્રસ્તુતિ બહુ ઓછી થાય છે. ટૂંકમાં, આ નાટક જીવનનો બધો ભાર ભૂલીને ખડખડાટ હસવા માટે ખરું.

તો આવો ૮ ડિસેમ્બર, રવિવારના રોજ સ્ક્રેપયાર્ડ થિયેટર, પાલડી ખાતે આ બન્ને નાટકોની પ્રસ્તુતિ માણી, એક યાગદાર સાંજની સ્મૃતિ ઉભી કરવા માટે.

Source : Facebook.

Scrapyard - The Theatre
23, Gujarat Society, Opp Red Cross Blood Bank, Nr. Suvidha shopping complex, Paldi, Ahmedabad, India 380007

Creativeyatra.com info@creativeyatra.com

promotional