તબીબ અને દર્દી : માંઝી અને મુસાફર

09.30 AM - 11.30 AM

Ahmedabad Management Association
Ama Management House, Ahmedabad, India 380009

With Tickets.

2019-04-07 09:30:00 2019-04-07 11:30:00 Asia/Kolkata તબીબ અને દર્દી : માંઝી અને મુસાફર

ક્યુટીસ હોસ્પિટલ દ્વારા આયોજીત તબીબ અને દર્દીનાં સંબંધોનું સંવર્ધન કરતો વિચારપ્રેરક પરિસંવાદ

તબીબ અને દર્દી : માંઝી અને મુસાફર

જેમ માં – દીકરો, બાપ – દીકરી, સાસુ – વહુ, દાદા – પૌત્ર, એવા વિશિષ્ટ સંબધો આપણી સમાજ વ્યવસ્થામાં છે, એવા જ પવિત્ર પણ વ્યવસાયિક બે સંબંધો છે, 1) શિક્ષક અને વિદ્યાર્થી 2) તબીબ અને દર્દી. ઉપરોક્ત બંને અવ્યાખ્યાયિત સંબંધો પૈકી શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધોની ઉષ્મા અને ગરીમા આપણે લગભગ ગુમાવી ચૂક્યા છીએ. અને આવું જ કદાચ બીજા એટલે કે તબીબ અને દર્દીના સંબંધ વિશે પણ થવા જઈ રહ્યું છે. તબીબ અને દર્દીના આ પવિત્ર સંબધ વિશે આજદિન સુધી સારી કે નરસી જેટલી વાતો કહેવાઈ કે છપાઈ છે તે દર્દીના અનુભવો પર આધારિત છે. કેટલાક તબીબ મિત્રો લેખન કળાના માધ્યમથી પોતાની વાત સંનિષ્ઠતા પૂર્વક રજૂ કરતાં રહ્યા છે, પરંતુ, રૂબરૂ ચર્ચા કે સંવાદ દ્વારા તબીબ અને દર્દીના આ સંબંધો નું સંવર્ધન કરવા તબીબ અને સમાજ સાથે મળીને એક જ મંચ ઉપર ચિંતન કરે તેવું ક્વચિત જ બન્યું છે.

તબીબ અને દર્દીના સંબંધોની આવી તિરાડ લાંબાગાળે આપણા સમાજ જીવનનાં સમગ્ર માળખાને નબળું ન પાડે અને ભવિષ્યમાં કોઈ દર્દી કે તેનાં સગાવહાલાં સાંભળેલી વાતોના આધારે સારવાર કરનાર તબીબનો ન્યાય તોળતાં પહેલાં વિચારે તેવા ઉમદા આશયથી ક્યુટીસ હોસ્પિટલ દ્વારા એક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. પ્લાસ્ટીક સર્જરી વિશે સતત જનજાગૃતિ ફેલાવાનું કાર્ય કરનાર ક્યુટીસ હોસ્પિટલ ની સ્થાપના ના યશસ્વી 10 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજીત આ પરીસંવાદમાં ગુજરાતના જાણીતા લેખક શ્રી જય વસાવડા દર્દીઓની લાગણીનો પડઘો પાડશે. તેનો પ્રતિસાદ ડૉ. ચિંતન પટેલ તથા ડૉ. વિસ્મિત જોષીપુરા જાત અનુભવના આધારે આપશે તથા તબીબી જગત ની ખામીઓ અને ખૂબીઓ ની નિખાલસતાથી ચર્ચા કરશે.

આવા વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ આશય સાથે યોજાતા આ પરીસંવાદમાં હાજર રહીને સમાજને વિચારશીલ બનાવવાના અમારા આ વિચારયજ્ઞ માં વિચારોની આહૂતિ આપવાનું આપને હાર્દિક આમંત્રણ છે.

Register Now: Click Here

Source: Facebook

Ahmedabad Management Association
Ama Management House, Ahmedabad, India 380009

Creativeyatra.com info@creativeyatra.com

promotional